જામનગરમાં યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના અધૂરા અભ્યાસ માટે ભારત સરકાર દ્વારા સુચારી વ્યવસ્થા કરવામાં આવે તે માટે વિદ્યાર્થી સહિત વાલીઓએ સહી ઝુંબેશનું આયોજન કર્યું હતું.
યુક્રેન-રશિયાના યુધ્ધ વચ્ચે ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓએ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરી પોતાનો મેડિકલનો અધૂરો અભ્યાસ ફરીથી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના કંપાઉન્ડમાં યુક્રેન યુધ્ધ સમયે ઓપરેશન ગંગા હેઠળ પરત ભારત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓના ડોકટરી, એન્જીનિયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ અટકાતા વિદ્યાર્થોની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરી ભારત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અહી ભારતમાં જ અધૂરો રહી ગયેલો અભ્યાસ ફરીથી શરૂ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.