/connect-gujarat/media/media_files/2025/07/22/valsad-sog-2025-07-22-15-18-06.jpg)
વલસાડ SOG પોલીસે વાપી GIDC વિસ્તારમાંથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ સફાળી જાગી છે. કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડાતત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસવડાએ રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે વલસાડ SOG પોલીસે 6.039 કિલો ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ, રોકડ 1235 રૂપિયા મળી કુલ 91,625 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના હાથે ઝડપાયેલ બન્ને શખ્સ મૂળ યુપી અને હાલ સુરત ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે રૂ. 60 હજારના નશીલા પદાર્થ સાથે વાપીમાં ફરતા બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.