New Update
-
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજન
-
સૌપ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરાયું
-
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ
-
મહાઆરતી, નૃત્ય-સંગીત સહિતના કાર્યક્રમોનું આયોજન
-
ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં જનમેદની ઉમટશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગત તા. 24 ફેબ્રુઆરી-2025ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, અહીં ત્રિવેણી ઘાટ ખાતે રોજ રાત્રે 108 દિવડાઓ દ્વારા મહાઆરતી કરવામાં આવશે. આ સાથે જ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સોમનાથ દર્શન માટે શ્રદ્ધાળુઓને વધુ કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
Latest Stories