ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલ્વેયાર્ડમાં પશ્ચિમ રેલ્વે તરફથી મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ટ્રેનને અકસ્માત નડયાં બાદ ડબ્બામાં ફસાયેલા ચાર મુસાફરોને સફળતાપુર્વક બહાર કાઢવામાં આવ્યાં હતાં.
કોરોનાની મહામારી બાદ રેલ્વે વ્યવહાર ધીમે ધીમે પુર્વવત થઇ રહયો છે અને ટ્રેનોમાં સફર કરતાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. આવામાં મુસાફરોની સલામતી માટે રેલ્વે વિભાગ કેટલું સજજ છે તે જાણવા માટે વેરાવળના રેલ્વેયાર્ડમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. વેરાવળ રેલ્વેયાર્ડમાં ટ્રેનને અકસ્માત નડયો હોય અને ડબ્બામાં ચાર મુસાફરો ફસાયાં હોય તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલ્વેના સુરક્ષા વિભાગ તથા એડીઆરએફની ટીમ રેલ્વેયાર્ડમાં પહોંચી હતી. ટીમના સભ્યોએ ડબ્બાને કટરથી કાપી તેમાં ફસાયેલાં ચારેય મુસાફરોને હેમખેમ બહાર કાઢી લીધાં હતાં. આ મોકડ્રીલમાં વેરાવળના લાશ્કરો અને 108ની ટીમ પણ સામેલ થઇ હતી...