Connect Gujarat
ગુજરાત

સોમનાથ : ગાયન,વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ, દેશભરમાંથી 350 કલાકારો આવ્યાં

સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના વિવિધ રાજયોમાંથી આવેલા ૩૫૦ થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલાની સાધના કરશે.

X

સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના વિવિધ રાજયોમાંથી આવેલા ૩૫૦ થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલાની સાધના કરશે. ગાયન,વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનો શનિવારથી પ્રારંભ થયો છે.

સોમનાથ દેશના પ્રથમ જયોર્તિલીંગ માટે જાણીતું છે અને દેશ- વિદેશમાંથી લાખો લોકો સોમનાથ મહાદેવના દર્શને આવતાં હોય છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શનિવારથી સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાય રહયો છે. અમૃત ધારા મહોત્સવમા આસામ, મણિપુર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી કલાકારો સોમનાથ ખાતે આવ્યાં છે. ૩૫૦થી વધુ કલાકારો પરંપરાગત નૃત્ય અને ભક્તિમય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરશે.

Next Story