/connect-gujarat/media/media_files/2025/03/01/0wOfwhsvfZvDVgpLaDo5.jpg)
કચ્છ જિલ્લાના અંજારના એક ગામમાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 55 વર્ષના પુત્રએ પોતાની 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું છે. માતાની બુમાબૂમ સાંભળી આસપાસના પાડોશીઓ દોડી આવ્યાં હતા. જેઓએ ઘરનો દરવાજો ખોલતા જ ધ્રુજાવી દેનારું દૃશ્ય જોયું હતું. સમગ્ર મામલે આરોપીના નાના ભાઈની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પુત્રની આટલી હદે વિકૃતિ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
માતા-પુત્ર બન્ને એકલા રહેતા હતા. તેમજ બીજો પુત્ર કે જે પરિણીત છે તે પાડોશમાં જ રહે છે. 55 વર્ષીય પુત્ર ઘરે આવી 80 વર્ષની સગી માતા પર દુષ્કર્મ આચરી રહ્યો હતો અને પોતાની હવસ સંતોષી રહ્યો હતો. ત્યારે વૃદ્ધાએ પુત્રની આ કરતૂત જોઈ બુમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસના લોકો તાત્કાલીક દોડી આવ્યાં હતા. પાડોશીઓએ જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો તો ધ્રુજાવી દેનારું દૃશ્ય જોયું હતું. પુત્ર પોતાની સગી માતા પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો, જેથી પાડોશીઓએ પુત્રને રંગેહાથ ઝડપી લીધો હતો અને સમગ્ર મામલે પોલીસને ઘટનાની જાણ કરી હતી.