Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતે નિભાવ્યું પ્રજાસત્તાક પર્વનું દાયિત્વ, જુઓ કયાં જિલ્લામાં કેવો હતો માહોલ

સુરત જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવ્યું ધ્વજવંદન વલસાડ અને નવસારીમાં પણ યોજાયાં કાર્યક્રમ તાપી જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

X

મહાત્મા ગાંધીજીની પાવન ધરા ગુજરાતમાં 26મી જાન્યુઆરીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં પણ નાગરિકોએ તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વનું દાયિત્વ નિભાવ્યું હતું..

ગુજરાતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના અનેક સ્વાતંત્રસેનાનીઓ આપ્યાં છે. દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ અનેક આંદોલનો ગુજરાતમાં જ કર્યા છે ત્યારે મહાત્મા ગાંધીજીની ધરા પર રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનની સાથે સાથે પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં. નાગરિકોએ પણ ગૌરવ અને ગર્વની લાગણી સાથે દેશના રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

Next Story