સાબરકાંઠા: ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એકશનમાં, સિવિલમાં વિશેષ તૈયારી

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના  કેસ સામે આવ્યા બાદ હવે હિંમતનગર સિવિલમાં તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે અલગથી આઈસીયું તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં બાળકોને માટે 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય વધારાના તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલમાં વધારાનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના કેસ સામે આવે તો ત્યાં સારવાર ત્વરીત ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હિંમતનગર સિવિલમાં બાળ રોગ નિષ્ણાંતોની ટીમને પણ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તૈયાર રાખવામાં આવી છે. હાલમાં 2 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની પર નિષ્ણાંત ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે
Latest Stories