ભાવનગર : વીર માંધાતા કોળી સમાજના સમૂહ લગ્નમાં ભગવંત માન અને અરવિંદ કેજરીવાલની વિશેષ હાજરી,નવદંપતીને પાઠવ્યા આશીર્વાદ

વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા

New Update
  • વીર માંધાતા કોળી સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવ યોજાયો

  • ભગવંત માન અને અરવિંદ કેજરીવાલની વિશેષ હાજરી

  • સ્થાનિક આગેવાનો દ્વારા અદકેરું સ્વાગત કરાયું 

  • નેતાઓએ નવદંપતીને પાઠવ્યા આશીર્વાદ

  • સમાજ,સેવા અને રાજનીતિનો ત્રિવેણી સંગમ રચાયો 

ભાવનગરમાં વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા ભવ્ય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરની ધરતી પર એક સામાજિક અને રાજકીય ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્ન પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત માત્ર સામાજિક પ્રસંગ પૂરતી મર્યાદિત નથીપરંતુ આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની મોટી અસર જોવા મળી શકે છે. વીર માંધાતા કોળી સમાજના આ કાર્યક્રમે આજે આખા ભાવનગરનું ધ્યાન ખેંચ્યું હતું,વધુમાં આ પ્રસંગે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી,ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્ન પ્રસંગ અગાઉ મહાનગરપાલિકા દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી લેવામાં આવતા ભારે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.

Latest Stories