New Update
વલસાડના ધરમપુર ખાતે આયોજન
રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું
ત્રી દિવસીય ચિંતન શિબિરનું આયોજન
CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
અધિકારીઓ-પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
વલસાડના ધરમપુર ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ત્રી દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતની વલસાડના ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે બારમી ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો શુભારંભ થયો. સામુહિક ચિંતનથી સામુહિક વિકાસના ધ્યેયમંત્ર સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત સૌને મુખ્યમંત્રીએ કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની શીખ આપી હતી.
આ અવસરે મુખ્યમંત્રીએ કોમનવેલ્થના યજમાનપદ પ્રાપ્ત કરવા બદલ ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસમાં ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર મંથન થશે. જેમાં પાંચ સ્તંભ પર વિચાર-વિમર્શ થશે. પોષણ અને આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે.
Latest Stories