Connect Gujarat
ગુજરાત

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની વેરાવળમાં ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થયું ધ્વજવંદન

આજે સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

X

આજે સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જીપ્સી કારમાં સવાર થઈ વિવિધ પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આ પરેડ નિરીક્ષણમાં મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી પંકજકુમાર, રાજ્યના પોલીસવડા આશીષ ભાટીયા સાથે રહ્યા હતા.

જોકે, દર વર્ષે ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી વકરી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સ૨કારે સત્તાવા૨ ધ્વજવંદન સહિતનું આયોજન ફક્ત 25 મિનિટમાં જ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સાથે જ પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે.

Next Story