PM મોદીની જન્મભૂમિ વડનગરમાં યોગ દિવસની ઉજવણી
11માં આંતરરાષ્ટ્રીય નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન
મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
શર્મિષ્ઠા તળાવ પરિસરમાં 3 હજાર લોકોએ સામૂહિક યોગ કર્યા
2121 લોકોએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ એવા મહેસાણા જિલ્લાના વડનગરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત 3 હજાર લોકોએ સામૂહિક યોગ કર્યા હતા. વડનગરમાં કુલ 11 અલગ-અલગ સ્થળોએ કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ યોગાભ્યાસમાં 2121 લોકોએ ભુજંગાસન કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈને'મેદસ્વિતામુક્ત, સ્વસ્થ ગુજરાત'નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.