/connect-gujarat/media/media_files/2025/02/17/kukRJf9Q7ns2kIaD9KGp.png)
નવસારી હાઈવે ઉપર SMCએ મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ SMCએ મુંબઈથી અમદાવાદ તરફ જતો કોકેઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાઈજિરિયન મહિલા કારમાં કોકેઈનનો જથ્થો લઈને જઈ રહી હતી. જેને SMCએ અટકાવીને કોકેઈનના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SMCએ બાતમીના આધારે કરોડો રૂપિયાનો કોકેઈનનો જથ્થો ઝડપીને સપાટો બોલાવ્યો છે. SMCએ ગાડી નંબર MH-48-CQ-8079 નંબરની કાર લઈને જઈ રહેલી નાઈજિરિયન મહિલા ચાલક સાથે કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલમાં SMCની આ મામલે કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ અનેક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે.