Connect Gujarat
ગુજરાત

રાજ્યના વિદ્યાર્થીઓને મળશે સ્માર્ટ શિક્ષણ, જાણો નાણાં મંત્રીએ કેટલા કરોડ ફાળવણી કરી...

વર્ષ 2022-23ના અંદાજ પત્ર આજે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ વિભાગને લઈને મહત્વના એલાન કરવામાં આવ્યા છે

રાજ્યના વિદ્યાર્થીઓને મળશે સ્માર્ટ શિક્ષણ, જાણો નાણાં મંત્રીએ કેટલા કરોડ ફાળવણી કરી...
X

વર્ષ 2022-23ના અંદાજ પત્ર આજે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ વિભાગને લઈને મહત્વના એલાન કરવામાં આવ્યા છે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ 2022-23ના નાણાકીય વર્ષ અંગે સામાન્ય બજેટ રજૂ કરતી વખતે રાજ્યના નાગરિકોની સુખાકારી અને વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગને લઈને મોટું એલાન કરતા કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ માટે કુલ 34 હજાર 884 કરોડની જોગવાઈ કરવામાં આવી છે

રાજ્યમાં બાળકો માટે ખાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સ્કુલ્સ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે. વિશ્વ બેંકના સહયોગથી 10000 કરોડના ખર્ચે મોડેલ સ્કુલ ઉભી કરાશે. 70 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી.સગર્ભા માતાને બાળકોમાં પોષણ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, 4 હજારના ખર્ચે વિના મૂલ્યે 1000 દિવસ સુધી અપાશે પોષણક્ષમ આહાર આપવામાં આવશે.રાજ્ય સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં આ લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની છે. નોંધનીય છે કે, લાલ રંગની બેગ પર વારલી પેઇન્ટિંગ કરવામાં આવી છે. બજેટ બેગ પર વારલી પેઇન્ટિંગ એ આદિવાસી કળાની એક શૈલી છે.

Next Story