રાજ્યમાં વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવશે ,SP અને DCP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે

રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે

રાજ્યમાં વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવશે ,SP અને DCP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે
New Update

રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે રાજ્યમાં વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઊંચા વ્યાજે પૈસા નું ધિરાણ કરે છે. ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસ ના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણ ડામવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરશે. રજીસ્ટ્રેશન વિના નાણાં ધીરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. આવા આરોપી સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મની લોન્ડ્રિંગ ની અરજીઓ પર SP અને DCP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે. રજીસ્ટ્રેશન વગર નાણા ધીરવા અને વધુ વ્યાજે નાણાં ધીરનાર સામે કાર્યવાહી થશે. તાજેતરમાં હર્ષ સંઘવીએ આવા લોકો સામે કડક પગલાં લેવા માટે હુંકાર ભરી હતી. રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વ્યાજખોરના દૂષણથી એક પણ નાગરિક હેરાન થાય તે ચલાવવામાં નહીં આવે. વ્યાજખોરના દૂષણને નાથવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આગામી દિવસોમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ આવા વ્યાજખોરીનું દૂષણ કરવામાં આવશે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #SP #DGP #officers. #strict action #DCP #usurers
Here are a few more articles:
Read the Next Article