ગુજરાતભરમાં અચાનક વાતાવરણમાં પલટો,વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો

ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે,જૂનાગઢ,અમરેલી,વલસાડ,ભરૂચ સહિતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

New Update
Advertisment

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ 

Advertisment

વાતાવરણમાં આવ્યો પલટો 

સર્જાયો વરસાદી માહોલ 

કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ 

અરબ સાગરમાં ડિપ્રેશનની અસર 

ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે,જૂનાગઢ,અમરેલી,વલસાડ,ભરૂચ સહિતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
Advertisment
ગુજરાત રાજ્યમાં નવરાત્રી પર્વના અંતિમ દિવસોમાં વરસાદ વરસ્યો હતો,ત્યાર બાદ લોકોએ ગરમીનો સામનો કર્યો હતો,આજરોજ સવારથી જ સૂરજદાદા ગરમી વરસાવી રહ્યા હતા,જો કે બપોરના સમયે મેઘરાજાએ અચાનક બઘડાટી બોલાવી હતી,અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો,જોકે વાતાવરણમાં અચાનક આવેલા બદલાવે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો.હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લાના મેંદરડા,માલણક,સાસણ ગીર સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.જ્યારે વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.એક તરફ સાસણગીર ખાતે ચાર મહિનાના લાંબા સમયગાળા બાદ આજે જંગલ સફારીનું વેકેશન ખુલ્યું છે ત્યારે વરસાદનું આગમન થતાં હાલ પર્યટકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.    
તો બીજી તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા.સાવરકુંડલાના ઘનશ્યામનગર, આદસંગ, થોરડી, છાપરી, લીખાળા, વીજપડી, ડેડકડી, ભોંકરવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનને પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જે આગાહીને કારણે આજરોજ બપોર બાદ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.વાલિયા તાલુકાના ડહેલી, સિલુડી, ઘોડા,કોંઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.તો અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો.છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદ વરસતા જ લોકોએ બફારા વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો.જ્યારે હવામાન વિભાગ દ્વારા હજી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Read the Next Article

નવસારી મરોલી રોડ પર બસ સ્ટેન્ડમાં બાઈક અથડાતા 3 મિત્રોના મોત

નવસારીથી સુરત જતા મરોલી પાસે બાઈક પર ત્રિપલ સવારી જતા ત્રણ મિત્રોએ બેલેન્સ ગુમાવતા બાઈક બસ સ્ટેન્ડમાં ધડાકાભેર અથડાયુ હતું.

New Update
accident2
Advertisment

નવસારીથી સુરત જતા મરોલી પાસે બાઈક પર ત્રિપલ સવારી જતા ત્રણ મિત્રોએ બેલેન્સ ગુમાવતા બાઈક બસ સ્ટેન્ડમાં ધડાકાભેર અથડાયુ હતું. સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય મિત્રો મોતને ભેટ્યા હતા.

Advertisment

નવસારીથી અર્જુન લલ્લનપ્રસાદ બિદ,વિકાસ બચ્ચા પ્રસાદ દુબે સાથે અંકિત રામગોપાલ મિશ્રા મળી કુલ ત્રણ યુવાનો રાત્રીના 11:30ના સુમારે કોઈ કામ અર્થે બાઈક ઉપર સુરત જઈ રહ્યા હતા. 

આ બાઈક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બાઈક પરનો કાબુ ગુમાવી કોલાસણા બસ સ્ટેન્ડમાં બાઈક અથડાવી હતી.જેમાં પાછળ બેસેલા બંને યુવાનો સાથે બાઈક સવાર યુવાન પર રોડ પર પટકાયા હતા.અને યુવાનોને ચહેરા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વધુ પડતું લોહી વહી જવાના કારણે ત્રણેયના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.ઘટના અંગેની તપાસ મરોલી પોલીસ કરવામાં આવી છે.