બ્રાન્ડના નામે નકલી ચાનો વેપાર
ડુપ્લીકેટ વાઘ બકરી ચાનું થતું હતું વેચાણ
પોલીસે દરોડો પાડીને કૌભાંડ ઝડપી પાડ્યું
417 જેટલા પેકેટ પોલીસે કર્યા જપ્ત
એક વેપારીની ધરપકડ,અન્ય વોન્ટેડ
જૂનાગઢમાં વાઘ બકરી ચાનાં બનાવટી જથ્થા સાથે એક વેપારીની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ ચાલુ છે.2.50 લાખની કિંમતનો ડુપ્લીકેટ ચાનો જથ્થો મળી આવતા પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે આવેલી આપાગીગા કરિયાણા સ્ટોરના માલિક દિપક લાલવાણી વાઘ બકરી ચાના ડુપ્લીકેટ 250 ગ્રામના પેકેટ બનાવી બજારમાં વેચી રહ્યા હોવા અંગે જૂનાગઢના વાઘ બકરી ચાના ડીલર જૈમીને ફરિયાદ નોંધાવી હતી. તેઓની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા નકલી ચાનો 417 પેકેટ જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 2 લાખ 50 હજાર થાય છે. જેમાં નકલી બ્રાન્ડિંગ અને પેકેજીંગ કરી આ જથ્થો બજારમાં વેચવામાં આવી રહ્યો હતો.પોલીસે હાલ આ તમામ જથ્થો જપ્ત કર્યો છે. તેમજ નકલી બ્રાન્ડનું વેચાણ કરનાર દિપક લાલવાણી નામના શખ્સની પણ ધરપકડ કરી છે. આ સાથે જ આ આ શખ્સની સાથે અન્ય એક વ્યક્તિ મયુર પુરોહિતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.