Connect Gujarat
ગુજરાત

સુરત : શિયાળાની શરૂઆતમાં જ વિદેશી પક્ષીઓનું આગમન, પક્ષીપ્રેમીઓમાં ખુશી..

સુરતમાં શિયાળાની શરૂઆત થતાંની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે,

X

સુરતમાં શિયાળાની શરૂઆત થતાંની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે, ત્યારે તાપી નદી કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વિદેશી પક્ષીઓને જોતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓનું સુરતના તાપી નદી કિનારા સહિત વિવિધ વિસ્તારોમાં આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે. જોકે, આ પક્ષીઓ બ્રિડીંગ પીરીયડ માટે શિયાળાની સિઝનમાં અહી આવતા હોય છે, ત્યારે તેમનો કલર પહેલા કરતાં વધુ ઘાટ્ટો થઈ જાય છે. પક્ષીઓ અંગે જાણકારી રાખનાર તજજ્ઞનું માનવું છે કે, આ પક્ષીઓને સુરતીઓ ગાંઠીયા અને અન્ય સુરતી ખોરાક આપીને પુણ્ય કમાવવાની વાત કરે છે. પરંતુ તેનાથી પક્ષીઓને નુકશાન થઈ રહ્યું છે. જોકે, આવો ખોરાક પક્ષીઓને સહેલાઇથી વધુ પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત આ વિદેશી પક્ષીઓનું રિટર્ન માઈગ્રેશન પણ મોડું થઈ રહ્યું છે. તે પણ એક મુખ્ય કારણ છે. આ વિદેશી પક્ષીઓને તાપી નદી કિનારે કેટલીક જગ્યા રહેવા માટે ઉત્તમ બની હોવાથી હજી પણ થોડો સમય આ પક્ષીઓ જોવા મળશે તે વાત નક્કી છે.

Next Story