સુરત: તિરંગા યાત્રા દરમ્યાન CM ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં ભારે ચૂક ? પિસ્ટલ સાથે યુવક પકડાયો
BY Connect Gujarat Desk5 Aug 2022 5:46 AM GMT

X
Connect Gujarat Desk5 Aug 2022 5:46 AM GMT
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ભારે ચૂક જોવા મળી છે મળતી માહિતી પ્રમાણે સુરત ખાતે ગઈકાલે યોજાયેલ તિરંગા યાત્રા કાર્યક્રમમાં પિસ્તોલ સાથે મહેશ દેવાણી નામનો શખ્સ ધસી આવ્યો હતો. જો કે, મુખ્યમંત્રીના અંગરક્ષક દ્વારા તાત્કાલિક અસરથી તેને અટકાવવામાં આવ્યો હતોઅને સ્થાનિક પોલીસને સોંપી અટકાયત કરવામાં આવી હતી.આ યુવકની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં યુવક મહેશ દેવાણીએ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા સંબંધી હોવાનું જણાવ્યું હતું, જો કે, ત્યારબાદ ઉમરા પોલીસે જાણવા જોગ નોંધીને યુવકને મુક્ત કર્યો હતો. પણ જે રીતના રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સુરક્ષામાં ચૂક થઈ છે તેને લઈ રાજ્યભરની એજન્સી સતર્ક થઈ છે પકડાયેલ યૂવકની પૂછપરછમાં પોલીસે જવાબ સંતોષકારક લાગતા તેને જવા દેવામાં આવ્યો હતો.
Next Story