સુરત : ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ; પ્રદેશ પ્રમુખ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

New Update
સુરત : ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ; પ્રદેશ પ્રમુખ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખના હોમટાઉનમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના હોમ ટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ હોવાને કારણે પાટીલ પોતાનું સંગઠનાત્મક અને રાજકીય કદ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં કોઇ કસર બાકી રાખવામાં નથી આવી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યારે કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાઈને માર્ગદર્શન આપ્યું હતું. સી. આર. પાટીલ માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકર્તાઓની ફોજને કારણે તેઓ દક્ષિણ ગુજરાતમાં કદાવર નેતા તરીકેની ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બની ગયા બાદ સી.આર.પાટીલ હવે ભાજપના પ્રથમ પંક્તિના નેતાઓમાં ગણાય છે. પ્રદેશ અધ્યક્ષના હોમમાં કાર્યક્રમ હોવાથી શહેર કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંદાજે 30 હજારથી વધુ કાર્યકરો સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણે ત્યાં ભાજપની જૂની પરંપરા છે, દરેક નવા વર્ષમાં પાર્ટી નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમ કરે છે, આજે મારે આવવું તો રૂબરૂ હતું, પરંતુ વર્ચ્યુઅલી જોડાયો છું. મેં પાટીલને કહ્યું છે કે આગામી સમયમાં કાર્યક્રમ કરજો અને મને સુરતીઓને મળવાનો મોકો આપજો. આ ઉપરાંત સ્વચ્છતામાં સુરતનો 2જો નંબર આવતા મેયર અને ટીમ તેમજ સાથે જોડાયેલ કર્મચારી, અધિકારી, ભાજપના કાર્યકર્તાઓને અમિત શાહે હ્રદયપૂર્વક ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જેમ અમે અહીં આવ્યા તો અમારો વટ પાડી દીધો, તેમ તમે ગાંધીનગર આવો હું તમારો વટ પાડી દઈશ.

Latest Stories