Connect Gujarat
ગુજરાત

સુરત : સીએમ રૂપાણીના હસ્તે મનપાના 1200 કરોડથી વધુના ખર્ચે સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ

1200 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ, સીએમ વિજય રૂપાણીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ.

X

સુરત ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સુરત મહાનગરપાલિકાના 1200 કરોડથી વધુના ખર્ચે સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા સાકાર કરવામાં આવેલા 1270 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું સુરત આવેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિધિ કરવામાં આવી હતી. જેમાં 307.40 કરોડના ખર્ચે સાકાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 4311 જેટલા આવાસોનું ઇ-લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ લાભાર્થીઓને મુખ્યપ્રધાનના વરદહસ્તે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ સિવાય કરોડોના ખર્ચે સાકાર જળ શુદ્ધિકરણના વિવિધ પ્રોજેક્ટોનું પણ વિજય રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યું હતું. જ્યારે 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાલ-ઉમરા બ્રિજનું પણ લોકાર્પણ કરી સુરતની જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. મુખ્યપ્રધાને આ અંગે સુરત મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોરોના જેવા કાળમાં પણ એક બાજુ લોકસેવા અને બીજી બાજુ વિકાસના કામોને પાલિકાની ટીમે પ્રાધાન્ય આપ્યું છે. કોરોના કાર વચ્ચે રહી વિકાસની ગાથાને આગળ વધારી છે. જે સાબિત કરે છે કે દુનિયાભરમાં સુરત મહાનગરપાલિકા સર્વ શ્રેષ્ઠ પાલિકા તરીકે ઉભરી આવી છે.

ગુજરાતની જનતાની રાજ્ય સરકારે ચિંતા કરી છે. લોકોને ઘરનું ઘર મળે તેઓ સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હતું, જે સપનાને હાલ સાચું કરી બતાવ્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના બંને પક્ષો સામે આકરા પ્રહાર કર્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવસે ઘરોમાં ફોર્મ પહોંચાડી ઘરનું ઘર આપવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. જે બહેનો સાથે મોટી મજાક કરવામાં આવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે બોલે છે તે કરી બતાવે છે. માત્ર જાહેરાત નથી કરતી પરંતુ તેનું અમલીકરણ કરી બતાવે છે.

Next Story
Share it