/connect-gujarat/media/post_banners/d34de1b665d636588c7237f4768ee3f1c0db8df67ab94a1ecbfd03ecba01c630.jpg)
દેશમાં તબીબો પર વધી રહેલા હુમલાના વિરોધમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દેખાવો યોજવામાં આવ્યાં હતાં. તબીબોએ સિવિલ હોસ્પિટલને પ્રોટેકટ ઝોન જાહેર કરવાની માંગણી કરી છે.
દેશમાં તબીબો ઉપર થતા હુમલાને રોકવાની માંગ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ દેખાવો કર્યા હતાં. તબીબોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સિવિલ હોસ્પિટલને પ્રોટેકટ ઝોન જાહેર કરવામાં આવે, તબીબો પર હુમલો કરનારાઓને 10 વર્ષની કેદ, હોસ્પિટલોમાં સુરક્ષાકર્મીઓ પુરા પાડવા તથા હેલ્થકેર પ્રોટેકશન એકટ બનાવવા સહિતની માંગણી તબીબો કરી રહયાં છે. તબીબોની સલામતી માટે વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.સુરતમાં નવી સિવિલ, સ્મીમેર સહિત પાંચ અલગ અલગ સ્થળો પર તબીબોએ દેખાવો યોજયાં હતાં..