સુરત: પલસાણા તાલુકાના દસ્તાન ગામે ઓવરબ્રિજની ખોરંભે પડેલ કામગીરી શરૂ કરવા માંગ

પલસાણા તાલુકાના દસ્તાન ગામે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ.

સુરત: પલસાણા તાલુકાના દસ્તાન ગામે ઓવરબ્રિજની ખોરંભે પડેલ કામગીરી શરૂ કરવા માંગ
New Update

સુરત જીલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે ખોરંભે ચડેલ ઓવરબ્રિજ કામ મામલે લડત ઉગ્ર બની છે. ભારતીય હિતરક્ષક પક્ષ દ્વારા આગામી 7 જુલાઈના રોજ પ્રતીક ઉપવાસની ચીમકી આપવામાં આવી છે.

સુરત જીલ્લાના કડોદરા થી બારડોલી હાઈ વે પર દસ્તાન ફાટક પર ઘણા સમય થી એક વૈકલ્પિક માર્ગની માંગ ઉઠી રહી હતી . કારણ એક રાજ્ય થી બીજા રાજ્યને જોડતો હાઈ વે હોવાથી વાહન વ્યવહાર વધી ગયો હતો. તો બીજી બાજુ દસ્તાન નજીક થી રોજીંદી ૫૦ થી વધુ ટ્રેનો પસાર થાય છે જેથી બારડોલીના ધારાસભ્ય દ્વારા રજુઆતોનો દોર શરુ કરાતા ૮૦ કરોડ ના ખર્ચે ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજની વર્ષ ૨૦૧૬ માં કામની શરૂઆત કરાઈ હતી .

ભારતીય હિતરક્ષક પક્ષ દ્વારા પ્રતીક ઉપવાસની ચીમકીજે ૮૦ કરોડના રોડનું મંથર ગતિ એ કામ ચાલતા બ્રિજ પર આજે પાંચ વર્ષે જંગલ ઉભું થયું પણ રસ્તો બન્યો નહિ પરિણામે આ રોડ ઉપર વાહન વ્યવહાર ને અસર થતા હવે નાગરિકો આગળ આવીરહ્યા છે. અને ભારતીય હિત રક્ષક પક્ષ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન અપાયું છે. અને ફાટકની કામગીરી મામલે આગામી ૭ જુલાઈના રોજ પ્રતીક ઉપવાસની ચીમકી આપવામાં આવી છે.

#Connect Gujarat #Surat #Surat News #Palsana #Connect Gujarat News #Beyond Just News #Over Bridge News
Here are a few more articles:
Read the Next Article