ભારે વરસાદના કારણે સુરતની સૂરત બદલાઈ, પાણી ફરી વળતાં લોકોના જીવ તાળવે

સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

New Update

સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તો બીજી તરફસુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ થતા વરસાદના કારણે સુરત શહેરમાં ખાડીપૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કામરેજપલસાણા અને બારડોલીમાં સતત વરસેલા વરસાદના કારણે હવે સુરત શહેરની પરિસ્થિત વધુ બગાડે તેવી સ્થિતિ સર્જાય છે. હજારો કરોડ રૂપિયાનો ધુમાડો કરતી કોર્પોરેશન પાસે મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થાય ત્યારે લોકોને સ્થળાંતર કરવા સિવાય અન્ય કોઈપણ વિકલ્પ રહેતો નથીત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં રિલીફ કેમ્પ ઊભા કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી સુરત જિલ્લામાં વરસાદ બંધ ન થાય ત્યાં સુધી માત્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અસરગ્રસ્તોને બોટ તેમજ ટ્રેક્ટરની મદદથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.

આ તરફસુરતના ખટોદરા વિસ્તારમાંથી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. સતત વરસતા વરસાદ વચ્ચે ખટોદરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના સ્ટાફે લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. વરસતા વરસાદમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સતત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છેત્યારે સણીયા હેમાદ ગામ પાણીમાં ગરકાવ થતાં પાલિકા દ્વારા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બીજી તરફસુરત મનપા કમિશનર સહિતના અધિકારીઓએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કેસુરત શહેરમાં છેલ્લા 2  દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. સુરત શહેરમાંથી તાપી નદી તેમજ ઘણી બધી ખાડીઓ પસાર થાય છેસાથે સમુદ્રનું બેક વોટર પણ ખાડીઓ વાટે આવે છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા તરફથી કામગીરી કરવામાં આવી રહી છે.

 

#Gujarat #CGNews #Heavy Rain #Rainfall #Surat #Water Flood #Surat News
Here are a few more articles:
Read the Next Article