Connect Gujarat
ગુજરાત

સુરત: RT-PCR ટેસ્ટ કરાવ્યો હશે તો જ શહેરમાં મળશે એન્ટ્રી,વાંચો તંત્રના નવા નિયમો

ગુજરાતમાં હાલ કોરોના શાંત પડી ગયો છે. જેના કારણે મોટા ભાગના લોકોને રાહત મળી છે. જોકે હજુ પણ કોરોનાથી પૂરી રીતે રાહત નથી મળી શકી.

સુરત: RT-PCR ટેસ્ટ કરાવ્યો હશે તો જ શહેરમાં મળશે એન્ટ્રી,વાંચો તંત્રના નવા નિયમો
X

ગુજરાતમાં હાલ કોરોના શાંત પડી ગયો છે. જેના કારણે મોટા ભાગના લોકોને રાહત મળી છે. જોકે હજુ પણ કોરોનાથી પૂરી રીતે રાહત નથી મળી શકી.બીજી લહેર એટલી ઘાતક હતી કે જેને લઈને હાલ લોકોના મનમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે.

ત્યારે હવે તો તહેવારો આવી રહ્યા છે જેથી વધારે સાવધાની રાખવાની જરૂર છે. તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મનપા તંત્ર દિવાળી પહેલાજ એલર્ટ થઈ ગયું છે. મનપા દ્વારા લોકો શહેર છોડીને જાય તે પહેલા તેમને RTPCR ટેસ્ટ કરવવાનું કહેવામાં આવ્યું છે.તંત્ર દ્વારા આ નિર્ણય કોરોનાને કાબૂમાં લેવા માટે કરવામાં આવ્યો છે. કારણકે તહેવારોને કારણે કોરોના વધુ વકરી શકે છે. મનપા દ્વારા વધુમાં બીજો એક ખાસ નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે લોકો શહેરમાં આવશે તેમણે પણ RTPCR ટેસ્ટ કરાવવા પડશે. જેમા 72 કલાકની મર્યાદામાં RTPCR ટેસ્ટ માન્ય ગણવામાં આવશે. જે લોકોએ વેક્સિન લીધી હશે તેમણે પણ RTPCR ટેસ્ટ કરાવવા પડશે. જેમા સંક્રમણ ન ફેલાય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story