/connect-gujarat/media/post_banners/321d45f9e20e52771760b2121dc3ac8faf7673f04295387ae90f264da3dad0de.jpg)
કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલા ડાયમંડ ઉદ્યોગના રત્ન કલાકાર અને મેનેજર સહિતના કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય કરવા જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન આગળ આવ્યું છે.
સુરતના વરાછા સહિતના વિસ્તારોમાં જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય કરવામાં આવશે. જેમાં રત્ન કલાકાર સંઘ સહિત ડાયમંડ એસોસીએશનને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. જ્યાં તમામ પરિવારોની માહિતી એકત્રિત કરી જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનને પહોચાડવાની રહેશે, ત્યારે આવા પરિવારના બાળકોના શૈક્ષણિક ખર્ચ ઉપરાંત આર્થિક સહાય ચૂકવવા સુધીની સહાય કરવામાં આવશે. હાલ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તમામ ફોર્મ આવ્યા બાદ તેનું નિરીક્ષણ કરી સહાય પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.