સુરત : વાવમાં રૂ. 49 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરાયું

કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ. 49 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી-288 આવાસોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
સુરત : વાવમાં રૂ. 49 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરાયું

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ. 49 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી-288 આવાસોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમાં આવેલી અનેક મુસીબતોમાંથી સુખરૂપ બહાર લાવવાનુ કાર્ય એસ.આર.પી. ફોર્સ દ્વારા કરવામાં આવ્યું હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યુ હતું.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રાજય અનામત પોલીસ દળ જુથ-11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ. 49 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા બી-288 આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરી લાભાન્વિતોને આવાસની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંકની સુવિધાઓ મળી રહે તે માટે અગાઉ 2 રૂમને બદલે રસોડા સાથે 3 રૂમો બનાવવામાં આવ્યા છે. 12 માળના 3 ટાવરોના આવાસોમાં વુડન કબાટ તથા મોડયુલર કિચન સવલત સાથે લીફટ, જનરેટર, પાર્કિગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એસ.આર.પી.એ ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાજ્યમાં આવેલી અનેક મુસીબતોમાંથી સુખરૂપ બહાર લાવવાનુ કાર્ય આ ફોર્સ દ્વારા કરવામાં આવ્યું છે. હંમેશા પરિવારથી દૂર રહી ત્યાગ, શૌર્ય અને સેવા પરાયણતાની ભાવના સાથે કાર્ય કરનારા જવાનોના પરિવારજનોને વંદન કરતા, અતિવૃષ્ટિ હોય કે, ગમે તેવા તહેવારો હોય રાજ્યની શાંતિ અને સલામતી જળવાય રહે તે માટેનું કપરી કાર્ય આ પોલીસ જવાનો દ્વારા કરવામાં આવે છે. આ જવાનોના પરિવારજનોને પણ સારી સુવિધાયુકત રહેઠાણની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પણ કોર્પોરેટ કલ્ચરની માફક સુવિધાઓ પુરી પાડવા માટે તત્પર છે. આ અવસરે હથિયારી એકમોના એડીશનલ ડીજીપી ડો. પી.કે.રોશન તથા પોલીસ અનામત દળ વાવ જુથ-11ના સેનાપતિ ઉષા રાડાએ પ્રાસંગિક પ્રવચન કરીને પોલીસને મળતી આવાસની સગવડો વિશેની વિગતો આપી હતી.

Latest Stories