સુરત : 75 પેઢીઓમાં GSTએ બોલાવ્યો સપાટો, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા...

સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

New Update
સુરત : 75 પેઢીઓમાં GSTએ બોલાવ્યો સપાટો, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા...

સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં 2768 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાના બોગસ બિલ બનાવી રૂપિયા 83 કરોડથી વધારેની ITC પાસ ઓન કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કંપનીઓના GSTમાં નોંધાયેલા 48 બોગસ બેંક ખાતા મળી આવ્યા છે. જેમાં 75માંથી 61 પેઢીઓ બોગસ હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કેટલાક શાતિર શખ્સો શ્રમજીવી, રીક્ષા કે, ગલ્લાવાળાના આધારકાર્ડ અને પાનકાર્ડ થોડા રૂપિયાની લાલચ આપીને લઈ લેતા હતા. તો કેટલાક ભેજાબાજોએ ઘર અને લોન અપાવવાના કહીને લોકો પાસેથી ડોક્યુમેન્ટ લીધા હતા. કૌભાંડીઓ અલગ-અલગ લોકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બોગસ પેઢી બનાવી હતી. જે બાદ બોગસ બિલિંગ થકી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. એટલું જ નહીં, મકાન અને લોન બાબતે લોકોને શંકા ન જાય તે માટે આરોપીઓએ 5 હજાર રૂપિયા પણ લીધા હતા. શ્રમજીવી, રીક્ષા કે, ગલ્લાવાળા આ દસ્તાવેજના આધારે બોગસ કંપની થકી બિલ બનાવી કરોડની કરચોરી કરવામાં આવતી હતી. આ વખતે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પડદા પાછળ ખેલ કરનારા કેટલાક મુખ્ય સૂત્રધારના નામ પણ મળી આવ્યા છે, ત્યારે તેઓ ઉપર પણ આગામી સમયમાં એજન્સી કાયદાનો ગાળીયો કસે તેવી શક્યતા છે.

Latest Stories