Connect Gujarat
ગુજરાત

સુરત : ઇન સર્વિસ તબીબો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ

કોરોના કાળમાં દર્દીઓની સારવાર પર મોટી અસર, તબીબોએ પડતર પ્રશ્ને કરી છે સરકારને રજૂઆત.

X

સમગ્ર રાજ્યમાં આજથી ઇન સર્વિસ તબીબો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે સુરત ખાતે ઇન સર્વિસ તબીબો હડતાળ પર ઉતરી જતાં કોરોનાના કાળમાં દર્દીઓની સારવાર સંબંધિત કામગીરી પર અસર જોવા મળી હતી.

રાજ્યભરના 6 હજારથી વધુ ઇન સર્વિસ તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ને સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ મામલે કોઈ નિરાકરણ નહીં આવતા તબીબો દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ત્યારે માંગણીઓ નહીં સંતોષાતા સુરત ખાતે ઇન સર્વિસ તબીબોમાં આક્રોશ જોવા મળ્યો છે. જોકે, કોરોના કાળ દરમ્યાન તબીબો હડતાળ પર ઉતરી જતાં દર્દીઓની સારવાર સંબંધિત કામગીરી પર મોટી અસર જોવા મળી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલના 20 રેગ્યૂલર અને 40 બોન્ડેડ ડોક્ટર મળી 60 તબીબો દ્વારા હડતાળ ઉપર ઉતરી જવાનું નક્કી કરાયું છે, ત્યારે શહેરના 200 જેટલા ઇન સર્વિસ તબીબોની હડતાળને જી.પી.એસ.સી. પાસ કરનાર અને બોન્ડેડ ડોક્ટરોએ પણ સહકાર આપી તેઓની આ હડતાળમાં જોડાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે આર.એમ.ઓ. ઓફિસ નજીક ઇન સર્વિસ તબીબો દ્વારા સરકારની નિતી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Next Story