Connect Gujarat
ગુજરાત

સુરત : કામરેજ તાલુકા પંચાયતના પાર્ટી ફંડના નામે ઉઘરાણીનો આક્ષેપ

કામરેજ તાલુકા પંચાયતના શાસકો પર લગાવ્યા ગંભીર આક્ષેપો, પાર્ટી ફંડના નામે કોન્ટ્રાકટરો પાસે ઉઘરાણું થતાં હોવાના આક્ષેપ.

X

કામરેજ તાલુકા પંચાયતના માજી પ્રમુખ દ્વારા તાલુકા પંચાયતના શાસકો પર પાર્ટી ફંડના નામે ઉઘરાણા કરતાં હોવાના ગંભીર આક્ષેપ લાગાવ્યા છે.

કામરેજ તાલુકા પંચાયતના માજી પ્રમુખ કમલેશ પટેલ દ્વારા હાલના કામરેજ તાલુકા પંચાયતના શાસકો પર ગંભીર આક્ષેપો કરવામાં લગાવવામાં છે. વર્તમાન શાશકો પાર્ટી ફંડના નામે તાલુકા પંચાયતના કામ કરતી અલગ-અલગ એજન્સીઓ તેમજ કોન્ટ્રકટરો પાસે પાર્ટી ફંડના નામે ઉઘરાણા કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તાલુકા પંચતયાતના માજી પ્રમુખ કમલેશ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. કોરોના મહામારી દરમ્યાન કામરેજ તાલુકામાં શરૂ કરવામાં આવેલા કોવીડ સેન્ટરના ખર્ચને લઇ એજન્સીઓ પાસે તેમજ કોન્ટ્રાક્ટરો પાસે ફંડ ઉઘરાવામાં આવી રહ્યું છે જેને લઇ જીલ્લા ભાજપની છબી ખરડાઈ રહી છે અને જેને લઇ માજી પ્રમુખ દ્વારા સુરત જીલ્લા સંગઠન પ્રમુખ તેમજ પ્રદેશ અધ્યક્ષને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

જોકે વર્તમાન શાસકોએ કમલેશ પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ને તદ્દન ખોટા તેમજ પાયાવિહોણા ગણાવ્યા છે, તાલુકા પંચાયતના શાશકો દ્વારા આ રીતની કોઈ પણ જાતની ઉઘરાણી કરવામાં આવી નથી તેમજ કોઈ પણ જાતનું ફંડ ઉઘરાવામાં આવ્યું ન હોવાનું પણ જણાવ્યું હતું.

Next Story