સુરત: અમરેલી લેટર કાંડ મુદ્દે પરેશ ધાનાણીનો આક્ષેપ,માછલીઓને મારીને મગરમચ્છને બચાવાનો પ્રયાસ

કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી,જોકે ત્યાર બાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી

New Update
  • લેટરકાંડના મુદ્દાએ  રાજકીય રંગ પકડ્યો

  • પાટીદાર યુવતી સામે પોલીસ કાર્યવાહી બાદ વિવાદ વકર્યો

  • આ કાંડમાં ત્રણ પોલીસકર્મીઓને કરાયા છે સસ્પેન્ડ 

  • પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર સામે કર્યા આક્ષેપ

  • કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ

 અમરેલીના લેટરકાંડનો મામલો સુરત સુધી પહોંચ્યો છે.આંદોલનના કેન્દ્રમાં રહેલા વરાછા માનગઢ ચોકમાં પરેશ ધાનાણીપ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરાઈ હતી.ત્યારે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

અમરેલીમાં લેટરકાંડમાં પાયલ ગોટી સામે પોલીસે કરેલી કાર્યવાહી બાદ આ મુદ્દાએ રાજકીય રંગ પકડી લીધો છે,કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી,જોકે ત્યાર બાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી,અને તેઓએ આ પ્રસંગે માછલીઓને મારીને મગરમચ્છને બચાવાનો પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.  

બીજી તરફ આ લેટરકાંડની તપાસ હવે DIG નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ આ મામલે રાજનીતિ ગરમાઈ છે,તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. અમરેલી SP દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.જ્યારે પરેશ ધાનાણીએ આ કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી હતી. ભાજપના લોકો જ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં

New Update
rain varsad

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.

Advertisment
1/38

વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત અસામાન્ય હવામાન સાથે થઈ છે. પારડી અને હાલાર વિસ્તારમાં તો વરસાદ એટલો તીવ્ર હતો કે તેને મિની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે,  આ વરસાદી માહોલ સર્જાવા પાછળ મુખ્યત્વે ત્રણ હવામાન પરિબળો જવાબદાર છે:

  1. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવી.
  2. અપરએર સર્ક્યુલેશન (Upper Air Circulation).
  3. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance).

આ ત્રણેય પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અને આવતીકાલે (તારીખનો ઉલ્લેખ નથી) ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ માં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે રાજ્યમાં શિયાળાની શરૂઆત પહેલાં અસામાન્ય વરસાદી માહોલનો સંકેત આપે છે.