Connect Gujarat
ગુજરાત

સુરત : સાકી ગામે ઉતર્યું હતું ગાંજાનું કન્સાઇન્મેન્ટ, પોલીસે છાપો મારતાં 1,142 કીલો ગાંજો મળ્યો

સુરત ગ્રામ્ય એસઓજીને મળી મોટી સફળતા, રાજયના ઇતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો મળ્યો.

X

નર્મદા જિલ્લાના તરોપા ગામેથી થોડા વર્ષો પહેલાં પ્રોહીબીશનની રાજયની સૌથી મોટી રેઇડ કરવામાં આવી હતી. હવે સુરતના પલસાણાના સાકી ગામેથી સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. સુરત ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડેલાં ગાંજાની કિમંત એક કરોડ રૂપિયા ઉપરાંતની થવા જાય છે.

સુરત જિલ્લાના પલસાણાના સાકી ખાતેથી સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે ગુજરાતનું સૌથી મોટું ગાંજાનુ નેટર્વક ઝડપી પાડયું છે.પોલીસે 1,142 કિલો ગાંજા સાથે એકને ઝડપી લીધો હતો જ્યારે ત્રણ આરોપીઓ ફરાર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. ગ્રામ્ય એસઓજી ટીમના જવાનો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પલસાણા તાલુકામા સાકી ગામે આવેલ શ્રી રેસિડેન્સીના બીજા માળે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઉતારવામાં આવ્યો છે.

પોલીસે દરોડા પાડતાં મકાનમાંથી ગાંજાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થાનું વજન કરવામાં આવતાં તે એક હજાર કિલો ઉપરાંત થયું હતું. ઝડપાયેલાં ગાંજાની બજાર કિમંત 1.12 કરોડ રૂપિયા થવા જાય છે. મકાનમાંથી એક વ્યકતિની અટકાયત કરવામાં આવી છે તેની પુછપરછ કરવામાં ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ગંજામ ખાતેથી આવ્યો હોવાની કબુલાત કરી છે. ઓરિસ્સાથી ગાંજો મંગાવી તેનું વેચાણ કરવાના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર સહિત ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયાં છે.

Next Story
Share it