સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં તબીબની જુબાની લેવાઈ, મૃતક બાળકોના ફેફસા પણ ફુલી ગયાં હતાં
સરથાણા વિસ્તારમાં તક્ષશિલા શોપિંગમાં લાગી હતી આગ, બિલ્ડર અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ.
સુરતમાં 22 વિદ્યાર્થીઓના ભોગ લેનારા તક્ષશિલા અગ્નિકાંડમાં ન્યાયિક પક્રિયા શરૂ કરવામાં આવી છે. બાળકોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનારા એક તબીબની કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં બિલ્ડરો અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરતમાં ગેરકાયદે બાંધકામોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા શોપિંગ સેન્ટરમાં આજથી બે વર્ષ પહેલાં લાગેલી આગમાં 22 માસુમ વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને હજી સુધી ન્યાય મળ્યો નથી ત્યારે હવે કોર્ટમાં ન્યાયિક પક્રિયા શરૂ થતાં વાલીઓમાં નવી આશા જાગી છે. વિદ્યાર્થીઓના મોતના કિસ્સામાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કરનારા બિલ્ડરો, ટયુશન કલાસના સંચાલક, ફાયર વિભાગ તેમજ ડીજીવીસીએલના અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તક્ષશિલા અગ્નિકાંડમાં 14 આરોપી સામે ચાર્જફ્રેમ થયા બાદ શુક્રવારથી ન્યાયિક પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. પાંચ વિદ્યાર્થીઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનારા તબીબની કોર્ટમાં ઉલટ તપાસ કરવામાં આવી હતી. તબીબે કોર્ટને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની આંખની કીકી ઝાંખી થઈ ગઈ હતી. ફેફસાં ફૂલી ગયાં હતાં અને મગજ નરમ પડી ગયાં હતાં. શુક્રવારે કોર્ટ પ્રોસિજર દરમિયાન વાલીઓ પણ કોર્ટરૂમની બહાર હાજર હતાં. કોર્ટમાં હવે તારીખ 27મીના રોજ વધુ એક તબીબની ઉલટ તપાસ કરવામાં આવશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની સાધારણ સભા મળી, 15 ટકા ડિવિડન્ડની જાહેરાત
26 May 2022 8:56 AM GMTઅમદાવાદ યુએન મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ,જાણો સમગ્ર મામલો
26 May 2022 8:51 AM GMTભરૂચ: નર્મદામૈયા બ્રીજ પર આજથી ભારે વાહનો માટે પ્રતિબંધની અમલવારી,...
26 May 2022 8:35 AM GMTગાંધીનગર : અમિત શાહ કરશે પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ, અમદાવાદ અને ખેડાના ...
26 May 2022 8:28 AM GMTઅંકલેશ્વર: જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી, વિધાનસભાની ચૂંટણીને...
26 May 2022 8:15 AM GMT