સુરત : યુવાનને લાગી ડ્રગ્સની લત, જુઓ કયાંથી મંગાવતો હતો ડ્રગ્સ

સુરતમાં ડ્રગ્સના રવાડે ચઢી ગયેલો યુવાન 1.56 લાખ રૂપિયાની કિમંતના ડ્રગ્સ સાથે પોલીસના હાથે ઝડપાય ગયો છે

New Update
સુરત : યુવાનને લાગી ડ્રગ્સની લત, જુઓ કયાંથી મંગાવતો હતો ડ્રગ્સ

સુરતમાં ડ્રગ્સના રવાડે ચઢી ગયેલો યુવાન 1.56 લાખ રૂપિયાની કિમંતના ડ્રગ્સ સાથે પોલીસના હાથે ઝડપાય ગયો છે. આરોપી પોતાની લત પુરી કરવા માટે મુંબઇથી ડ્રગ્સની ખરીદી કરતો હોવાનું બહાર આવ્યું છે..

Advertisment

સુરત ધીમે ધીમે ઉડતા પંજાબ બની રહ્યું છે કારણે છેલ્લા એક મહિનાથી ડ્રગ્સના અનેક કિસ્સાઓ સામે આવી રહયાં છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સ શબ્દ ભારે ચર્ચામાં આવી ગયો છે. સુરતના ભાથેના વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં આમીન પઠાણને ડ્રગ્સની લત લાગી ગઇ છે. તે પોતાની લત પુરી કરવા મુંબઇના રીકશાચાલક પાસેથી ડ્રગ્સ લાવતો હતો. આમીન ડ્રગ્સ લઇને આવતો હોવાની બાતમી મહિધરપુરા પોલીસને મળી હતી. પોલીસે વોચ ગોઠવી બસ ડેપો વિસ્તારમાંથી આમીનને ઝડપી પાડયો હતો. તેની પાસે રહેલા પાકીટની તલાશી લેવામાં આવતાં તેમાંથી 15.58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

સુરત પોલીસે દ્રગ્સ માફિયા અને ડ્રગસ નું સેવન કરનારાઓને ધરપકડ કરીને કાર્યવાહી કરી રહી છે તેવા વધુ એક આરોપી ડ્રગ્સ સાથે મહિધરપુરા પોલીસે પકડી પડ્યો છે પોલીસ જાપતા ઉભેલા આરોપી આમીન ખાન સાહિર ખાન પઠાણ છે જેઓ સુરતના ભાથેનાં વિસ્તરમાં રહે છે અને ખાનગી કંપની માં નોકરી છે .જોકે આ પકડાયેલ આરોપી મુંબઇ માં રીક્ષા ચલાવનાર વ્યક્તિ પાસે ડ્રગ્સ લઈને સુરત આવ્યો હતો તે દરમિયાન મહિધરપુરને બાતમી મળતા પોલીસે આરોપી પર વોચ ગોઠવી હતી ત્યારે આરોપી આમીન સુરત બસ સ્ટેશન પાસે થી પસાર થતા પોલીસે દબોચી લીધો હતો તપાસ કરતા તેની પાસે રહેલ પાકીટ માંથી 15.58 ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીએ પોતે નશો કરવા માટે ડ્રગ્સ લાવતો હોવાની કબુલાત કરી છે.

Advertisment
Latest Stories