સુરેન્દ્રનગર: મોજ શોખ પૂરા કરવા માટે મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
સુરેન્દ્રનગર: મોજ શોખ પૂરા કરવા માટે મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારની મેઇન બજારમાં ગત તારીખ 27/05/2023 ના રોજ મહિલા પસાર થતી હતી ત્યારે બે આરોપીઓએ સવા તોલાનો સોનાનો ચેન ખેચી નાશી છુટયા હતા અને પોલીસને ઘટનાની જાણ થતા તપાસ હાથ ધરી હતી.જોરાવરનગર પોલીસે આજુબાજુના cctv તેમજ નેત્રમના cctv તપાસ કરતા આરોપી ચેન ખેચી ભાગતા દેખાયો હતો જેથી પોલીસે બાતમીદારોને કામે લગાડી અને તપાસ હાથ ધરતા આ આરોપી સુરેન્દ્રનગરના જ હોવાનું સામે આવતા પોલીસે આરોપીઓ વિજય દસાણી અને સચીન વાઘેલાને ઝડપી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી.આરોપીઓ બન્ને યુવાન હોઇ અને કાઇ કામ ધંધો ન હોઇ અને મૌજ શોખ માટે રૂપિયાની જરૂર હોઇ જેથી એકલ દોકલ પસાર થતી મહિલાના ગળામાંથી ચેન ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories