સુરેન્દ્રનગર : થાનગઢમાં GSPCની લાઇનમાંથી ગેસ ચોરી કૌભાંડ મામલે 2 ઉદ્યોગકારોની ધરપકડ, ફટકાર્યો રૂ. 1.65 કરોડનો દંડ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક GSPCની લાઇનમાંથી ગેસ ચોરીના કૌંભાડ મામલે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરી રૂ. 1.65 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

New Update
  • GSPCની ગેસ લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું

  • થાનગઢ નજીક GSPCની લાઇનમાંથી થઈ હતી ગેસ ચોરી

  • ગેસ ચોરી કૌંભાડ મામલે 2 ઉદ્યોગકારોની પોલીસે કરી ધરપકડ

  • બન્ને ઉદ્યોગકારોરૂ. 1.65 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર

  • થાન પંથકમાં ગેસની ચોરી કરતા અન્ય તત્વોમાં ફફડાટ ફેલાયો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક GSPCની લાઇનમાંથી ગેસ ચોરીના કૌંભાડ મામલે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરી રૂ. 1.65 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં 240 જેટલા કારખાના આવેલા છે. જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. આ કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલોનો ગેસનો વપરાશ થાય છે. પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદે કનેકશન આપી ગેસની ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતુંત્યારે થાનગઢમાં GSPCની લાઈનમાંથી 2 ઉદ્યોગકાર અંકિત ભલાણી અને ભુપત પટેલ દ્વારા ગેસ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેના પગલે રૂ. 1.65 કરોડનો દંડ ફટકારવા સાથે બન્ને ઉદ્યોગકારોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ સાથે તપાસનો ધમધમાટ વધુ તેજ કરતાં થાન પંથકમાં ગેસની ચોરી કરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Latest Stories