સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યા કરનાર 2 શખ્સો ગોધરા નજીકથી ઝડપાયા...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા નજીક આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે.

New Update
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યા કરનાર 2 શખ્સો ગોધરા નજીકથી ઝડપાયા...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા નજીક આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસે 2 હત્યારાઓની ગોધરા નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગુન્હાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લૂંટના ઇરાદે ધાંગધ્રા નજીક આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યા કરવામાં આવી હોવાના તપાસમાં મોટો ધડાકો થયો છે. જેમાં પોલીસે બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મંદિર પરિસરમાં જ મહંત દયારામજીને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ મામલે સુરેન્દ્રનગર SOG પોલીસે વેશ પલટો કરી ગોધરા નજીકથી હત્યાને અંજામ આપનાર 2 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. જોકે, આ બન્ને ઇસમોની પૂછપરછ કરતાં હત્યાના ગુન્હામાં 4 ઇસમોની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો સુરેન્દ્રનગર પોલીસે મંદિરના મહંતની હત્યાના મામલે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.