Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વઢવાણના નગરા ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી યુવતિ સહીત ૮ શખ્સોએ રૂ.૨.૧૫ લાખનો તોડ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામના યુવાનને સુરેન્દ્રનગરની યુવતિએ મેસેજ અને કોલ કરી મોહજાળમાં ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.

X

સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામના યુવાનને સુરેન્દ્રનગરની યુવતિએ મેસેજ અને કોલ કરી મોહજાળમાં ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. અને યુવતિ તથા તેના સાથીદારોએ મળી યુવાન પાસેથી રૂપિયા ૨.૧૫ લાખ જેટલી રકમ ખંખેરી લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર હનીટ્રેપના કિસ્સાઓ બહાર આવતા હોય છે ત્યારે વધુ એક હનીટ્રેપનો કિસ્સો બન્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારના યુવાનને યુવતિએ મોહજાળમાં ફસાવી તેના સાથીદારોની મદદથી રૂપિયા ૨.૧૫ લાખ જેટલી રકમ ખંખેરી લીધી હતી. ત્યારબાદ પણ હનીટ્રેપ કરતી ગેંગે રૂપિયાની માંગણી કરતા કંટાળેલા યુવાને પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વઢવાણના નગરા ગામે રહેતા જગદીશ ટીંબલને સેકન્ડમાં કાર લેવી હતી આથી તેના મિત્ર સંજય કલોતરાને કોઇ કાર બતાવવા કહ્યું હતુ અને સંજયને કહ્યું કે મારી પાસે ૩.૫૦ લાખ રૂપિયા પડ્યા છે તે બજેટમાં કોઇ કાર હોય તો બતાવજે આથી સંજયની દાનત બગડી હતી અને ત્યારબાદ થોડા દિવસમાં જગદીશના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો ત્યાર બાદ તે નંબરવાળી યુવતી જગદીશને ઓળખતી હોવાનું જણાવી નિયમિત વાતચીત કરવા લાગી હતી. ત્યાર બાદ યુવતીએ જગદીશને કાર લઇ મળવા આવવાનું કહ્યું હતુ. આથી જગદીશ અને તેનો મિત્ર સંજય કાર લઇ આવ્યા હતા અને કેનાલ તરફ ગયા હતા ત્યારે બાઇક પર પાંચથી છ શખ્સો ધસી આવ્યા હતા અને તે પૈકી એક શખ્સે યુવતી તેની બેન છે તેમ કહી જગદીશને લાફા મારી દીધા હતા.

કારમાંથી રૂપિયા ૩૦ હજાર રોકડા અને મોબાઇલ લઇ તમામ શખ્સો ચાલ્યા ગયા હતા. ત્યારબાદ જગદીશના મિત્ર સંજય કલોતરા અને નરેશ કલોતરાએ જગદીશને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૧.૩૫ લાખ અને બીજી વાર ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૨.૧૫ લાખ ખંખેરી લીધા હતા અને હજુ પણ રૂપિયાની માંગણી કરતા જગદીશે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ પરિવારજનો એ સમજાવી ફરીયાદ કરવાનુ કહેતા જગદીશએ યુવતી સહીત કુલ ૮ વ્યક્તિ સામે

Next Story