/connect-gujarat/media/post_banners/4bf4932d7f795b7447c1f4be0482ecb86834257191169f78353479bdba8b212b.jpg)
સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યરત ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતોની તાલીમ આપવામાં આવી રહી છે
શું આપ જાણો છે કે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાવાન યુવા ખેલાડીઓને તૈયાર થાય તે માટે ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ એટલે કે DLSS કાર્યરત છે ? આ શાળામાં યુવા ખેલાડીઓને નિ:શુલ્ક તાલીમ અને સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તે રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક બને. આ છે સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી ખાતે શ્રી એચ.કે.ઝાલા હાઇસ્કુલમાં આવેલ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ.અહીં 90થી વધુ વિદ્યાર્થીઓને શૂટિંગ, ફેન્સીંગ અને હોકી એમ ત્રણ રમતોની તાલીમ આપવામાં આવી રહી છે. આ જિલ્લા સ્પોર્ટ્સ સંકુલમાં જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે તેમને વિના મુલ્યે શિક્ષણ, પુસ્તકો, ગણવેશ અને રમતગમતના સાધનોની કીટ આપવામાં આવે છે. આ તાલીમ થકી વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન કરી રહ્યા છે