સુરેન્દ્રનગર : લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટેનો સ્તુત્ય પ્રયાસ,ચકલી ઘર બનાવીને વિતરણ કરતા પક્ષી પ્રેમી

સુરેન્દ્રનગર શહેરમાં રહેતા પક્ષી પ્રેમી પરિવાર અબોલ અને લુપ્ત થતી ચકલી માટે વિસામો બન્યા છે,અને છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર બનાવીને વિતરણ કરી રહ્યા છે.

New Update
  • વિશ્વ ચકલી દિવસ પણ ચી ચી અવાજ થયો લુપ્ત

  • પક્ષી પ્રેમીનો ચકીબેનને લુપ્ત થતા બચાવવાનો પ્રયાસ

  • 10 વર્ષથી ચકલી ઘર બનાવીને નિઃશુલ્ક કરે છે વિતરણ

  • ચકલીઓની ઘટતી સંખ્યા માટે પ્રદૂષણ અને શહેરીકરણ જવાબદાર

  • લુપ્ત થતી ચકલી ચિંતાનું કારણ બની

સુરેન્દ્રનગર શહેરમાં રહેતા પક્ષી પ્રેમી પરિવાર અબોલ અને લુપ્ત થતી ચકલી માટે વિસામો બન્યા છે,અને છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર બનાવીને વિતરણ કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ દર વર્ષે 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ચકલીના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા અને તેના મહત્વ પર ધ્યાન દોરવા માટે ઉજવવામાં આવે છે. ચકલી એક સામાન્ય રીતે જોવા મળતું પક્ષી છે. પરંતુ હાલના સમયમાં વધતા પ્રદૂષણ અને અન્ય કારણોસર ચકલી લુપ્ત થઈ રહી છે.ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા ચકલીઓને બચાવવા અને લોકોને જાગૃતિ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મધ્યમ પરિવારના યુવાન અને પક્ષીપ્રેમી મહેશ મેટળીયા દ્વારા છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર બનાવી વિતરણ કરવામાં આવે છે,અને લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે.ચકલીની સંખ્યા ઘટવા પાછળ શહેરીકરણપ્રદૂષણ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ચકલી બચાવવા જાગૃતિ લાવવાનો પ્રયાસ પક્ષીપ્રેમી કરી રહ્યા છે અને તેમના અને તેમના પરિવાર દ્વારા ચકલીઓને બચાવવા માટે અન્ય લોકોને પણ પ્રેરિત કરી રહ્યા છે.

ત્યારે આ પરિવાર તરફથી મફત ચકલી ઘર બનાવી વિતરણ કરવામાં આવે છે.કુદરતી વાતાવરણની ઘરમાં વ્યવસ્થા કરી ચકલીઓની સાર સંભાળ રાખી રહ્યા છે.ત્યારે કુટુંબના અન્ય સભ્યો પણ ચકલીઓને  બચાવવાના અભિયાનમાં પક્ષી પ્રેમી મહેશને સહકાર આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે.

Latest Stories