સુરેન્દ્રનગર:રાજકોટ હાઇવે પર પિતૃકાર્ય માટે જતા પરિવારને થયો કાળનો ભેટો,4 મહિલાના મોત

પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો

New Update
  • ચોટીલા રાજકોટ હાઇવે પર સર્જાયો અકસ્માત

  • ટ્રક અને પીકઅપ વાન સર્જાયો ગોઝારો અકસ્માત

  • પિતૃકાર્ય માટે જતા પરિવારને થયો કાળનો ભેટો

  • એક જપરિવારની ચાર મહિલાઓ મોતને ભેટી

  • મોરારીબાપુએ મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઇવે પર ગોઝારાઅકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ વાન ભટકાતા એક જ પરિવારની મહિલાઓનાં મોત થયાં છે. જ્યારે15 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાપિકઅપમાં સવાર 20 લોકો પૈકી બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.

જ્યારે15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ રેથરિયા કોળી પરિવારની સગી દેરાણી જેઠાણી છે.મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15 હજાર લેખે કુલ મળીને રૂપિયા 60 હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં યોજાયો કાર્યક્રમ

  • સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • શિવ પાર્થિવ પૂજનનું કરાયુ આયોજન

  • શ્રાવણ માસમાં કરવામાં આવે છે પૂજા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરના કોસમડી ગામના  સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજાનનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આચાર્ય શિવરામ પાંડેયની અધ્યક્ષતામાં શિવ પાર્થિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 61 જોડા જોડાયા હતા અને શાસ્ત્રોત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં અશોક મહતો,સોનું મૌર્યા અને વિશ્વજીત પાલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.