સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડૂતે મેળવી ફૂલોની ખેતીમાં સફળતા, 1 લાખ રોપાનું કર્યું વાવેતર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતે ફૂલોની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.અને તેના થકી સારી આવક મેળવીને આર્થિક રીતે પગભર બન્યા છે.

New Update
  • ફૂલની ખેતી કરીને આવક મેળવતા ખેડૂત

  • કોંઢના ખેડૂતે કરી ગલગોટા ફૂલની ખેતી

  • ગલગોટા ફૂલની ખેતીમાં મેળવી રહ્યા છે આવક

  • ચાલીસ વીઘામાં એક લાખ રોપાનું કર્યું વાવેતર

  • સરકારના બાગાયત વિભાગ દ્વારા મળી સબસીડી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતે ફૂલોની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.અને તેના થકી સારી આવક મેળવીને આર્થિક રીતે પગભર બન્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત કિરીટ ચિત્ર પહેલા કપાસ,મગફળીનું વાવેતર કરતા હતા.જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો.અને કપાસમગફળીના પૂરતા ભાવ ન મળતા ત્યારબાદ કિરીટ ચિત્રાએ રોકડીયા પાક તરફ આગળ વધ્યા જેમાં તેમણે પોતાના ખેતરમાં ચાલીસ વિઘામાં એક લાખ ફુલના રોપાનું વાવેતર કર્યું છે. જેમાં એક પ્લાન્ટ દીઠ એક કિલો ફૂલનું ઉત્પાદન થાય છે.

જેનો ભાવ નવરાત્રી,દિવાળી તેમજ લગ્નની સીઝનમાં સારો એવો મળી રહે છે.80 થી 125 રૂપિયામાં પ્રતિ કિલો વેચાય છે.ખેડૂતોને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડીયા પાક તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ આ ખેડૂત બીજા ખેડૂતોને કરી રહ્યા છે.

Latest Stories