/connect-gujarat/media/post_banners/e784b6263f80dd35444a23af8c7d3f99cb87aa3d78bda9e1fca75b56c679aed1.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ધંધુકામાં આવેલ એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થયું હતું. આ ઘટનામાં લાખો રૂપિયાના મંડપ ડેકોરેશનનો સામાન બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ધંધુકા શહેરમાં આવેલ મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાના પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી, ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરો સહિત સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી, ત્યારે હાલ તો શોટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે, આગની ઘટનામાં લાખો રૂપિયાના મંડપ ડેકોરેશનનો સામાન બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું છે.