સુરેન્દ્રનગર : મૂળીના પ્રકૃતિ પ્રેમીનો રાષ્ટ્રીય પક્ષી મોર ઉછેર માટેનો સેવાયજ્ઞ,12 વર્ષમાં 40થી વધુ મોરનો કર્યો છે ઉછેર

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવક રાષ્ટ્રીય પક્ષી મોર માટે સેવાયજ્ઞ કરી રહ્યો છે.અને 12 વર્ષમાં 40થી વધુ મોર ઉછેરીને અનોખો પક્ષી પ્રેમ ઉજાગર કર્યો છે.

New Update
  • પ્રકૃતિ પ્રેમીનો રાષ્ટ્રીય પક્ષી મોર પ્રત્યેનો પ્રેમ

  • મોરના ઉછેર માટે કરે છે સેવાયજ્ઞ

  • 12 વર્ષમાં 40 મોરનો કર્યો છે ઉછેર

  • મોર માટે પાણી ચણની સ્વખર્ચે આપે છે સેવા

  • મોર ટહુકો કરીને આપે છે આવકાર

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવક રાષ્ટ્રીય પક્ષી મોર માટે સેવાયજ્ઞ કરી રહ્યો છે.અને 12 વર્ષમાં 40થી વધુ મોર ઉછેરીને અનોખો પક્ષી પ્રેમ ઉજાગર કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિપ્રેમી યુવાન એવા રાકેશ બોચીયા ઉર્ફે લાલાએ મોર ઉછેરનું સરાહનીય કાર્ય છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે,અને તેમાં પણ  છેલ્લા ચાર વર્ષથી તો નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી મોરના બચ્ચાઓને પાણી ચણની સ્વખર્ચે સેવા આપે છે.જેમાં હાલમાં મોરની સંખ્યા 40 ઉપર થ‌ઈ છે અને તેઓને જોઈને "ટહુકા " કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્યો સરલા ગામે વહેલી સવારે જોવા મળે છે.

આ અંગે રાકેશે જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નોકરી કરતા હોય તેમાંથી દરરોજ અનાજ ચણ માટે 400 રૂપિયાનો ખર્ચ થાય છે,અને સવાર સાંજે ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે. ફક્ત પાંચ મોર હતા ત્યારથી તેઓ કાર્યરત હતા.આજે 40થી વધુ ઉપરની સંખ્યા થતા તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories