સુરેન્દ્રનગર : “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત લીંબડી નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકા દ્વારા દોલત સાગર તળાવ ટેકરી ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

New Update

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” તેમજ “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહીદ વીરોની યાદમાં ઠેર ઠેર કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકા દ્વારા દોલત સાગર તળાવ ટેકરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. દેશને આઝાદી અપાવવા માટે બલિદાન આપનાર સ્વાતંત્ર સેનાની તેમજ દેશ માટે શહીદ થનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રકાશ સોની લીંબડી નગપાલિકા પ્રમુખ બેલા વ્યાસ, ચીફ ઓફિસર સાગર રાડીયા, શંકર દલવાડી, બાબા ભરવાડ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories