/connect-gujarat/media/post_banners/d5b50b58409d624b793db4a107dc9b6069933deec2341aecde1f89270f37dccb.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે ઊભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં બસમાં અંદાજે 40 લોકો સવાર હતા, જેમાં 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતાં 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખાનગી લક્ઝરી બસ જૂનાગઢથી અમદાવાદ તરફ આવી રહી હતી. એ દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે