સુરેન્દ્રનગર: હળવદના ચિત્રોડી ગામમાં આભ ફાટયું, પશુઓ પાણીમાં તણાયા

સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદી માહોલ, હળવદના ચિત્રોડી ગામમાં આભ ફાટયું.

New Update
સુરેન્દ્રનગર: હળવદના ચિત્રોડી ગામમાં આભ ફાટયું, પશુઓ પાણીમાં તણાયા

હળવદથી 18 કિલોમીટર દૂર આવેલ ચિત્રોડી ગામે આભ ફાટયું હોય તેવી સ્થિતિ વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડતા પળવારમાં ગામમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી અને પશુઓ પણ પાણીમાં તરતા જોવા મળ્યા હતા.

Advertisment

સુરેન્દ્રનગર હળવદ તાલુકા મથકેથી 18 કિલોમીટર દૂર બ્રાહ્મણી નદી અને ફલકું નદીના કાંઠે વસેલા ચિત્રોડી ગામમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ ચાલુ થઈ જતા સીમમાંથી પરત ફરી રહેલા કાળુ ભરવાડ અને વેલા ભરવાડ નામના પશુ પાલકોના 25થી 30 જેટલા ઘેટાં પાણીના પ્રવાહમાં તણાવા લાગતા ગ્રામજનોએ સમય સુચકતા વાપરી માનવ સાંકળ રચી ઘેટાં બકરા બચાવી લીધા હતા.

હળવદ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી, ધાણા, જીરુંનો અંદાજે રૂપિયા 25 લાખ જેટલો જથ્થો પલાળી નાખ્યા બાદ હળવદના ચિત્રોડી ગામને મેઘરાજાએ રીતસર ધમરોળી નાખ્યું હતું.

Advertisment
Latest Stories