Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લીંબડીમાં ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર ચેકીંગ કરી રહેલા ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર ભુમાફીયાઓએ હુમલો કરી કર્યો હતો

X

સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર ચેકીંગ કરી રહેલા ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર ભુમાફીયાઓએ હુમલો કરી સરકારી ગાડીની તોડફોડ કરતા અને અધિકારીઓ પર હુમલો કરતા ઘાયલ ખાણખનીજ કર્મચારીઓને સારવાર માટે ખસેડાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ સતત હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી કપચી, મુળી થાન પંથકમાંથી કોલસો સહિત રેતીની સતત ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અટકાવવા માટેનો પ્રયાસ સતત સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતો હોય છે અને રેડ પણ કરવામાં આવતી હોય છે પરંતુ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી તરફ ખાણ અને ખનીજ વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે.જેમાં ત્રણ અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે ઉપર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ઓવરલોડ જે ડમ્પર ખનીજ ભરીને જતા હોય તેને ઉભા રાખી અને ચેક કરવામાં આવતા હતા. તે દરમિયાન અચાનક મામલો બિચક્યો હતો. અને ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી ઉપર પ્રથમ હુમલો કરાયો હતો. પથ્થર અને અન્ય પદાર્થથી હુમલો કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાડીના કાચ પણ તોડી પાડવામાં આવ્યા છે, અન્ય સ્પેરપાર્ટને પણ નુકસાન થયું છે.

Next Story