સુરેન્દ્રનગર : ભાજપ દસાડા વિધાનસભા પરિવાર દ્વારા સામાજિક સમરસતા એકતા માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગૃહમંત્રીના હસ્તે પ્રારંભ

ભારતીય જનતા પાર્ટી દસાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજીત સામાજીક સમરસતા એકતા માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ DCL-2025 નું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • ભાજપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

  • દસાડા વિધાનસભા પરિવાર દ્વારા કરાયું આયોજન

  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ

  • વિજેતા ટીમને 1.51નું રોકડ ઇનામ,ટ્રોફી આપીને સન્માનિત કરાશે

  • ગૃહમંત્રીએ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મુકતા લોકોને પણ આપી ચેતવણી

Advertisment

સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દસાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજીત સામાજીક સમરસતા એકતા માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ DCL-2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરના પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલના મેદાન પર સામાજિક સમરસતા એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવીને આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું.ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા ન પડે તે માટે અભિયાન શરૂ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે દીકરો માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મુકે છે,તેને લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યક્રમોમાં આમંત્રિત ન કરવો જોઈએ. પોલીસ આવા માતા-પિતા અને સંતાનોનું મિલન કરાવવાનું કાર્ય કરી રહી છે.

સંઘવીએ વધુમાં ઉમેર્યું કે બહેન-દીકરીનું અપમાન કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જિલ્લામાં દાદાગીરી કરનારાઓને તેમની ભાષામાં જવાબ આપવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂપિયા 1.51 લાખનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમારજૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપ પટેલજિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને હાર્દિક પટેલ ઉદાસી આશ્રમના ભાવેશ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories