સુરેન્દ્રનગર: ભાજપ મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિ:શુલ્ક દર્શાવાય,મોટી સંખ્યામાં યુવતીઓએ ફિલ્મ નિહાળી
જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરલા સ્ટોરી ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાય હતી.
BY Connect Gujarat Desk27 May 2023 6:11 AM GMT
X
Connect Gujarat Desk27 May 2023 6:11 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરલા સ્ટોરી ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાય હતી.
સુરેન્દ્રનગર ખાતે જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મલ્ટીપ્લેક્ષ થીયેટરમાં મહિલાઓને નિ:શુલ્ક ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી.ધ કેરાલા સ્ટોરી ફિલ્મના બપોરના ૧૨.૦૦ અને ૩.૦૦ વાગ્યાના બે નિ:શુલ્ક શોમાં અંદાજે ૩૫૦થી વધુ યુવતીઓ અને મહિલાઓએ લાભ લીધો હતો.મહિલાઓ અને યુવતીઓએ ફિલ્મને નિહાળી આંતકવાદ વિરોધી પ્રવૃતિ, ધર્મ પરિવર્તન, લવ જેહાદ સહિતના મુદ્દાઓથી સમાજને થતા નુકશાન અંગે વાકેફ થયા હતા. આ પ્રસંગે જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ હેતલ જાની દ્વારા મહિલાઓ અને યુવતીઓને સરળ એપ વિશે પણ માહિતી આપવામાં આવી
Next Story